બોગસ સીમ કાર્ડ દ્વારા ઓનલાઇન ફ્રોડ: પોલીસે રૂ.૪૦ લાખ ખાતામાં સ્થગિત કરાવી રીકવરી કરી

0
615

માત્ર દોઢ કલાકમાં અજાણ્યા ઈસમોએ બેન્ક ખાતામાંથી ઓનલાઇન ઙચ્ર્Gચ્ મારફતે નાણાં

ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી અને આરોપીઓને અટક કરવામાં આવ્યા તેનું ગજબનાક પ્રકરણ:

શાહીબાગ, અમદાવાદના ફરિયાદી શ્રી રમેશકુમાર ગીરધારીલાલ શાહે અત્રે આવી પોતાની ફરિયાદ જણાવી હતી કે ૨૦/૦૫/૨૦૧૯ના રોજ માત્ર દોઢ કલાકમાં કોઇ અજાણ્યા ઈસમોએ ફરિયાદીના બેન્ક ખાતામાંથી કુલ્લે રૂ. ૮૨,૦૦,૦૦૦/- ઓનલાઇન ઙચ્ર્Gચ્ મારફતે ટ્રાન્સફર કરી છેતરપિંડી કરેલી છે. ફરિયાદ મુજબ આરોપીઓએ પૂર્વયોજિત કાવતરૂ રચી, ફરિયાદીના મોબાઇલ ફોનનું જૂનું સીમ કાર્ડ બંધ કરાવી ખોટા દસ્તાવેજ રજૂ કરી તે જ નંબરનુ નવું સીમ કાર્ડ મેળવી તેના આધારે ફરિયાદીના બેન્ક ખાતામાંથી તા.૨૦/૦૫/૨૦૧૯ના રોજ આરોપીના ક્કઊક્કઊક્ક બેંકના ખાતામાં રૂ. ૨૪,૦૦,૦૦૦; કઊંૠઊ બેંકના ખાતામાં રૂ. ૨૦,૦૦,૦૦૦; સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાં રૂ. ૧૮,૦૦,૦૦૦ તથા જીઋચ્ બેંકના ખાતામાં રૂ. ૨૦,૦૦,૦૦૦  ફરિયાદીની જાણ બહાર, ખોટી રીતે નાણાં ઉપાડી લઇ છેતરપિંડી કરેલી છે.

ગુનાની ડિજિટલ પદ્ધતિ

હેકર દ્વારા ભોગ બનનારના ડેટા હેક કરવામાં આવે છે. ત્યાર બાદ ભોગ બનનારને ઇમેલ દ્વારા સ્પાયવેર, ટ્રોજન, કિ-લોગર મોકલી ભોગ બનનારના કોમ્પ્યુટર/ લેપટોપ હેક કરી હેકર ભોગ બનનારના યુઝર આઇ.ડી. અને પાસવર્ડ, બેંક ખાતાની વિગતો તથા કોમ્પ્યુટર સિસ્ટમમાં રહેલ આઇ.ડી.પ્રુફ મેળવે છે.       

બાદમાં આરોપી વિકાસ, ભોગ બનનાર વ્યકિતના નામે સીમ કાર્ડ મેળવવા ફરિયાદીના આઇ.ડી. પ્રુફના બોગસ દસ્તાવેજ બનાવી ભોગ બનનારના નામનું તે જ નંબરનું નવું સીમ કાર્ડ લેવા આરોપી સંજય ઉર્ફે પ્રકાશ ઉર્ફે મુકેશ ઉપાધ્યાયને મોકલતો હતો અને સંજય ઉપાધ્યાય જે તે મોબાઇલ કંપનીના સ્ટોરમાં જઇ સીમ કાર્ડ મેળવતો હતો.

બાદમાં નવા સીમ કાર્ડ દ્વારા ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી ભોગ બનનારના બેંક ખાતામાં ઓનલાઇન લાભાર્થી ખાતાનો ઉમેરો કરી જે તે લાભાર્થી ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હતા અને તે પૈસા આરોપીઓ ખાતાધારક મારફતે ચેક અને એ.ટી.એમ.થી કઢાવીને મેળવતા હતા. અને ફ્રોડમાં મળેલ રકમના કુલ પૈકી ૨૦ઽ રકમ ખાતાધારકને તથા બાકીના ૨૦ઽ રકમ મધ્યસ્થિ કરનાર વ્યકિતને આપવાના હતા અને બાકીની ૬૦ઽ રકમ આરોપી માતાદિનને અને વિકાસને આપવાની હતી.

ગુનાની ઉપરોકત પદ્ધતિ જોતાં આરોપીઓ શનિવારના દિવસે સીમ કાર્ડ મેળવતા હતા અને રવિવારના દિવસે ભોગ બનનારના બેંક ખાતામાં લાભાર્થી ખાતાનો ઉમેરો કરતા હતા, જેથી ભોગ બનનારનું મૂળ સીમ કાર્ડ બંધ થાય તો બીજા દિવસે રવિવાર રજાનો દિવસ હોવાથી ભોગ બનનાર મોબાઇલ કંપની પાસેથી સીમ કાર્ડ બંધ થવા અંગે કોઇ માહિતી મેળવી શકે નહી અને ભોગ બનનારને લાભાર્થીનો ઉમેરો થવા અંગે જાણ થઇ શકે નહી. 

તપાસના મુદા

  • પ્રથમ ફરિયાદીના જે પાંચ બેંક ખાતાંમાંથી નાણાં ટ્રાન્સફર થયેલા તે તમામ બેંક ખાતાં સ્થગિત કરી ફ્રોડમાં ગયેલા નાણાં પૈકી – ૪૦ લાખ જેટલી રકમ જે તે ખાતામાં સ્થગિત કરાવી રીકવર કરવામાં આવેલી.
  • જે જગ્યાએથી સીમ રીપ્લેસ થયેલા તે જગ્યાના સી.સી.ટી.વી. ફુટેજ મેળવતાં તેમાં આરોપી સી.સી.ટી.વીમાં દેખાઇ આવેલા.
  • આરોપીઓ બરોડા ખાતે હોટલમાં રોકાયેલા તે હોટલના સી.સી.ટી.વી. ફુટેજમાં પણ તમામ આરોપીઓ હોટલમાં રોકાયેલ હોવાની માહિતી મળી આવી.
  • ત્યાર બાદ જે બેંક ખાતામાં નાણાં જમા થયેલા અને નાણા કાઢવામાં આવેલા તે હિંમતનગર ખાતેથી ટ્રાન્જેકશન થયેલું હતું. આ બેંક ખાતું આરોપી જાનમામદના નામે હોઇ તેમજ આરોપીઓ બેંક ખાતાધારકની સહીવાળો ચેક લઇ બેંકમાં નાણા કાઢવા ગયેલા હોઇ, આ બાબતે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓ નાણાં કાઢી લે તે પહેલાં તેઓને પકડી પાડેલા.
  • ફરિયાદીનું કોમ્પ્યુટર સીપીયુ ચેક કરતાં તેમાંથી માલવેર/કી-લોગર મળી આવેલા જે આરોપીએ મોકલેલા હતા, તે દ્વારા આરોપી ભોગ બનનારની તમામ માહિતી મેળવી લેતા હતા.
  • આરોપીઓ પાસેથી કબજે કરેલ ફોનમાંથી ફરિયાદીના નામના ફોટો આઇ.ડી. કાર્ડ મળી આવેલા છે.

પકડાયેલા આરોપીઓની વિગતો

ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓ માતાદીન ઇન્દ્રરસીંગ સીકરવાર (૩૮) રાજસ્થાન, જાનમામદ ભચુભાઇ ખલીફા, હિંમતનગર મૂળ કચ્છ, રાજેશગીરી પ્રકાશગીરી ગોસ્વામી (૫૫) બરોડા મૂળ રાજકોટ, ને તા.૨૫/૦૫/૨૦૧૯ના ૧૬/૦૦ વાગે પકડી અટક કરવામાં આવેલ છે. તેમ જ આરોપી અનિલ તુલસીરામ જોષી, દલાલ દિપક ચમનભાઇ બબાભાઇ જાતે રૂપાલા (૩૧) નવાનરોડા, શહેર મૂળ સુરેન્દ્રનગર અરવિંદ ઉર્ફે શૈલેષ રાજુભાઇ પટેલ (૪૦) ભરૂચવાળાને ઉપરોકત ગુનામાં તા.૨૭/૦૫/૨૦૧૯ના ૧૮/૦૦ વાગે પકડી અટક કરેલ છે. તેમ જ વોડાફોન/આઇડીયા કંપનીના સીમ કાર્ડનુ વેરીફિકેશન કરનાર આરોપી પ્રેયસ ઉદય નરસિમ્હા અન્નાછત્રેય (૪૪) પુને, ગણેશ દિલીપ વિશ્વનાથ દળવી (૨૯) તા.૨૯/૦૫/૨૦૧૯ના ૧૮/૦૦ વાગે અટક કરેલ છે. તેમ જ આરોપી સંજયપ્રકાશ રામશ્રીંગાર ઉપાધ્યાય (૩૮)ને સદર ગુનામાં તા.૧૭/૦૬/૨૦૧૯ના કલાક ૨૦/૩૦ વાગે ઝારખંડ ખાતેથી અટક કરવામાં આવેલા છે.

આરોપીઓ પાસેથી કબજે કરેલો મુદામાલ

આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન નંગ – ૨૫ તથા અલગ અલગ બેંકોના કાર્ડ નંગ – ૧૩, આધાર કાર્ડ અલગ અલગ નામ અને ફોટોવાળા નંગ – ૧૪, ચેકબુક – ૧, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સીમ કાર્ડ નંગ – ૮નો મુદામાલ કબજે કરેલો છે.

પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

(૧) માતાદિન ઇન્દ્રસિંહ સિકરવાર: અગાઉ ૨  વખત સીમ સ્વેપીંગના ગુન્હામાં ઝારખંડ જમશેદપુર તથા મહારાષ્ટ્ર કોલ્હાપુર ખાતે પકડાઇ ચુકેલો છે તથા ગાડીઓ લે-વેંચનું કામ કરે છે. સદરહુ આરોપી બેંક પહોંચાડતો બેંક ખાતામાં પૈસા જમા થયા બાદ ખાતાધારક મારફતે પૈસા કઢાવી મુખ્ય આરોપી વિકાસ સાવ સુધી પહોંચાડતો હતો.

(૨) જાનમામદ ભચુભાઇ ખલીફા: આરોપી પોતાની પેઢીના નામનું બેંક ખાતું  ખોલાવી આરોપી માતાદિન સિકરવારને નંબર પૂરો પાડતો અને પોતાના બેંક ખાતામાં જમા થયેલ નાણાં કઢાવી આરોપી માતાદિનને આપેલા. આરોપી હાલમાં જમીન/મકાન લે-વેંચની દલાલીનું કામ કરે છે. 

(૩) રાજેશગીરીએ, આરોપી માતાદિન તેના સંપર્કમાં હોઈ આરોપી જાનમામદ સાથે માતાદિનનો સંપર્ક કરાવી માતાદિનને ફ્રોડના નાણાં જમા કરાવવા માટે ખાતા પૂરા પાડેલા છે.

(૪) અરવિંદ ઉર્ફે એસ.પી.: ખાતાધારક પાસેથી ખાતા નંબર મેળવી નાણાં ઉપાડવા ગયેલો. આરોપી અગાઉ આમોદ ભરૂચ તથા વડોદરામાં દારૂબંધીના ગુનામાં પકડાયેલો છે અને અગાઉ તેની પાસા હેઠળ અટકાયત પણ થયેલી છે.

(૫) દિપક રૂપાલા: વપરાયેલ બેંક ખાતાધારક પાસેથી ફ્રોડના નાણાં ઉપાડવા જવાનુ કામ કરે છે. હાલમાં જમીન દલાલીનુ કામ કરે છે.

(૬) અનિલ જોષી: સદરહુ આરોપી બેંક ખાતાની વ્યવસ્થા કરતો અને બેંક ખાતામાં પૈસા જમા થયા બાદ ખાતાધારક મારફતે પૈસા કઢાવી મુખ્ય આરોપી વિકાસ સાવ સુધી પહોંચાડતો હતો.

(૭)પ્રેયસ ઉદય નરસિમ્હા અન્નાછત્રેય: આઇડીયાના સીમ રીપ્લેસ/નવા સીમનુ વેરીફિકેશન કરવાનો કોંન્ટ્રાકટ ધરાવે છે અને તેઓની કંપની દ્વારા સીમ રીપ્લેસ કરવાની વિનંતી સ્વીકારી હતી.

(૮) ગણેશ દિલીપ વિશ્વનાથ દળવી: આરોપી સીમ રીપ્લેસ કરવાના કોલ સેન્ટરમાં નોકરી કરે છે. આરોપી તરફથી નવા સીમની વિનંતી આવતાં જૂના દસ્તાવેજ ચકાસ્યા વગર તેણે નવું  સીમ કાર્ડ આપેલું, જેથી આ ગુનો બનવા પામેલો છે.

(૯) સંજયપ્રકાશ રામશ્રીંગાર ઉપાધ્યાય: ભોગ બનનારના ડેટા આવી ગયા બાદ ભોગ બનનારના નામ અને સરનામાવાળું પોતાના ફોટાવાળું આધાર કાર્ડ બનાવી તે આધાર કાર્ડ મારફતે સીમ કાર્ડ રીપ્લેસ કરાવતો હતો. મજકુર આરોપીએ અત્યાર સુધી ચાર લાખ રૂપિયા જેટલી રકમ વિકાસ સાવ પાસેથી મેળવેલી છે.

(૧૦)વાન્ટેડ: વિકાસ સાવ અગાઉ કલકત્તા ખાતે મોબાઇલ સ્ટોર તથા ડેટા એન્ટ્રીનુ કામ કરતો હતો, જેથી તે ફોટોશોપ તેમ જ કોરલડ્રો જેવા સોફ્ટવેરમાં સારી રીતે એડિટિંગ કરી બનાવટી દસ્તાવેજ બનાવી શકે છે. મજકુર અગાઉ જુદા જુદા રાજ્યોમાં દસેક જેટલા ગુનામાં પકડાયેલો હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળેલ છે અને નાઇજીરીયન હેકર સાથે સીધો સંપર્ક ધરાવે છે.