ડોકટરના મોબાઇલનો, બેંકનો ડેટાબેઝ હેક થયો:૫૬ જેટલા ગુનાઓનો ભેદ ઉઢેલાયો

0
628

ફરિયાદી ડોકટરના ત્રણ બેંક ખાતાંમાંથી છેતરપિંડી દ્રારા નાણાં કાઢનાર

નાઈજીરીયન આરોપીઓની ધરપકડનો સનસનાટીપૂર્ણ કેસ: 

ફરિયાદની ટૂંકી વિગત:

અમદાવાદના એલિસબ્રિજના રહેવાસી ડોકટર તેજશ સુરેન્દ્રભાઇ શાહે (૪૨)ગઇ તા. ૦૪/૦૧/૨૦૧૯ના રોજ ફરિયાદ આપેલી કે ૨૨/૦૬/૨૦૧૮ના રોજ ફરિયાદી સવારના દસેક વાગે પોતાની હોસ્પિટલ ખાતે હાજર હતા ત્યારે તેમના મોબાઇલમાં એચ.ડી.એફ.સી. બેંક તરફથી રૂપિયા ૮૩૦૦/નું ટ્રાન્જેકશન થયેલાનો મેસેજ આવતા તે મેસેજ વાંચેલો અને પોતે આવું કોઇ ટ્રાન્જેકશન કરેલું ન હોવાથી બેંક ખાતાંની વિગત ચેક કરતાં પોતાના એચ.ડી.એફ.સી ના ત્રણેય ખાતાંમાંથી રૂપિયા ૨,૧૦,૦૦૦/- ઊપડી ગયેલા હોવાનું જણાઇ આવેલું હોઈ તેમણે આ બાબતે બેંકમાં જાણ કરેલી. તેમણે મોબાઇલ ચેક કરતા રાત્રિના ત્રણેક વાગ્યાથી સવારના સાડા છ વાગ્યા સુધી ટેકસ્ટ મેસેજ આવેલા તેમાં રાત્રિના ૦૪:૦૨ ઉખ્ર્ વાગે પોતાના નેટ બેંકિંગ સર્વિસનો ક્કઘ્ક્કગ્ (પાસ વર્ડ) રીસેટ કરાયો હોવાનું જણાઇ આવેલું હતું. આમ કોઇ અજાણ્યા ઇસમે ૨૨/૦૬/૨૦૧૮ના ૩/૦૦થી ૬/૩૦ વાગ્યા દરમ્યાન ફરિયાદીના ઉકત બેંક ખાતાંની વિગતો યેન કેન પ્રકારેણ મેળવી તથા ફરિયાદીની નેટ બેંકિંગ સર્વિસનો ક્કઘ્ક્કગ્ (પાસ વર્ડ) રીસેટ કરી ફરિયાદીની જાણ બહાર રૂપિયા ૨,૧૦,૦૦૦/- નું ફ્રોડ ટ્રાન્જેકશન કરેલું. તેમ જ કેથોલીક સિરીયન બેંકમાં ફરિયાદીના નામનું ખાતું ખોલી ફરિયાદી સાથે છેતરપિંડી આચરેલી હોવાની વિગત તેમણે આપતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ  ગુ.ર.નં ૦૧/૧૯ ઇ.પી.કો કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૬૯, ૪૭૧, તથા આઇ.ટી.એકટ કલમ ૬૬(સી-ડી) મુજબનો દાખલ કરવામાં આવેલો.

ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવી જાણ કરેલી કે તેને તા.૨૧/૦૬/૧૮ના રોજ ક્કત્ત્ઠથ્ત્ર્ડ ચ્ર્ટ્ટદૃ ક્કત્ત્ઠ્ઠણ્ટ્ટ ક્કG-ક્કચ્ર્ઊંઋૠખ્ના હેડિંગ સાથે મેસેજ આવેલો, જે ફરિયાદીએ ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટમાંથી આવેલો હોવાનું માની તે લીંક કલીક કરી, જેમાં ઇન્કમટેકસ વિભાગની વેબસાઇટ ઓપન થયેલી, જેમાં જણાવેલું તે મુજબ ફરિયાદીએ વેબસાઇટમાં જણાવેલી બેંકોમાંથી પોતાની એચ.ડી.એફ.સી. બેંક જેવું જ દેખાતું એક વેબપેજ ઓપન થયેલું તેમાં પૂરેપૂરી વિગતો આપેલી અને મોબાઇલ વેરિફિકેશન સર્ટિફિકેટ નામની એપ્લીકેશન વેબસાઇટમાં જણાવ્યા મુજબની ડાઉનલોડ કરીને રાખી દીધેલી. થોડા દિવસો બાદ ખાતાંમાંથી ફરિયાદીના નાણાં ઊપડી ગયેલાં હોવાની વિગત જાણવા મળેલી.    

ફરિયાદ અન્વયે કરેલી તપાસ:

ટેલિકોમ કંપની પાસેથી જથ્થાબંધ ચ્ખ્ર્ચ્ પ્રોવાઇડ કરતી કંપનીની માહિતી મેળવી ચ્ખ્ર્ચ્ ઊOઊંઋ આપેલી આઇટી કંપની પાસેથી જથ્થાબંધ ચ્ખ્ર્ચ્ ખાતાંની વિગતો મેળવવામાં આવેલી જેમાં ઇમેલ આઇડી તથા મોબાઇલ નંબરની વિગત મળી આવેલી જેના આઇપી લોગનું વિશ્લેષણ કરી મુખ્ય આરોપીનો મોબાઇલ નંબર મેળવવામાં આવેલો.

આ ઉપરાંત ચ્ખ્ર્ચ્માં આવેલી લીંક ઉપરથી એપ્લીકેશન ડાઉનલોડ કરી રિવર્સ એન્જિનિયરિંગ કરતાં ડેટાબેઝ મળી આવેલો. ડેટાબેઝના આઇપી લોગનું વિશ્લેષણ કરી ડમી બેંક ખાતાની તપાસ કરતાં બેંક ખાતા પ્રોવાઇડ કરતા આરોપીઓનાં મોબાઇલ નંબર મળી આવેલાં, જેનું ટેકનિકલ વિશ્લેષણ કરતાં નાઈજીરીયન આરોપીઓના મોબાઇલ નંબરો મળી આવેલાં. તેના ­આધારે મુંબઇ ખાતે પોલીસ ટીમ મોકલી તપાસ કરતાં આરોપીઓ ઇદ્રીશ ઓડુનાયો ડીકોસ્ટા (૨૫), ઈફાઈન ઓલીવર ઓધુ, (૩૨), સીનેડુ ક્રિસ્ટોફર જોસેફ (૩૬), મળી આવેલા, જેઓની આ ગુનામાં સંડોવણી હોઈ તમામ આરોપીઓની તા.૧૨/૦૬/૨૦૧૯ના ૧૭/૩૦ વાગે ધરપકડ કરવામાં આવેલી છે.

તેમજ બેંક ખાતા આપનાર ઈરફાન અહેમદખાન દેશમુખ, (૩૫) મૂળ રાયગઢ, તાબીસ અહેમદખાન દેશમુખ (૨૮), નવી મુંબઈ, રાજેશ ચંદ્રકાન્ત ગાયકવાડ (૩૪), પનવેલ, નિજામુtીન નુરબાદશાહ શેખ (૩૩), ચીતા કેમ્પ,ને તા.૧૩/૦૬/૨૦૧૯ના ૧૩/૧૫ વાગે અટક  કરેલા છે.

આ ગુનામાં વાપરવામાં આવેલાં મોબાઇલ નંગ-૧૨, પાસપોર્ટ-૦૪, ડોંગલ-૦૧, પેનડ્રાઇવ-૦૧ કબજે કરી ગુનો શોધી કાઢવામાં આવેલો છે.

આરોપીની ગુનાહિત હિસ્ટ્રી:

આરોપી ઇદ્રીશ મુંબઇ યુનિવર્સીટી ખાતે બી.એસ.સી. હ્યુમન સાયન્સનો ત્રણ વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી હાલમાં એમ.પી.એ. (ઇન્ટરનલ મેડીકલ)નો અભ્યાસ ડી.વાય.પાટીલ કોલેજમાં ઓકટોબર-૨૦૧૮થી કરે છે. ઈફાઈન મુંબઇ ખાતે રહીને ગારમેન્ટનો ધંધો કરી નાઇજીરીયા ખાતે માલ મોકલે છે. સીનેડુ મુંબઇ ખાતે રહીને ઇમીટેશન જ્વેલરીનો વેપાર ધંધો નાઇજીરીયા ખાતે કરતો હતો. અને ઉપરોકત ત્રણેય આરોપીઓ સ્ટુડન્ટ વિઝા તેમજ ટુરીસ્ટ વિઝા પર ભારત આવી મુંબઇ ખાતે મકાન ભાડે રાખી રહે છે. અને ભારતના સ્થાનિક નાગરિકોને નાણાં આપવાની લાલચ આપી તેઓના અલગ અલગ બેંકોના બેંક ખાતાં ભાડે રાખી ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી આચરે છે.

આ ગુનાના કામે પ્રાથમિક તબક્કે તપાસ કરતાં આરોપીઓએ ભારતના અલગ-અલગ રાજ્યોના કુલ્લે ૪૭૨૭ નાગરિકો સાથે છેતરપિંડી કરેલી હોવાનું જણાઇ આવેલું છે, જેમાંથી ૫૬ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને આરોપીઓએ કુલ્લે ૧,૦૩,૫૭,૯૮૯/ની છેતરપિંડી કરેલી હોવાનું  જણાઇ આવેલું છે.

આરોપીઓનાં યુઝરનેમ, પાસવર્ડ, પ્રોફાઇલ પાસવર્ડ, ખાતાં નંબર, ડેબીટ કાર્ડ નંબર, એકસપાયરી ડેટ, સીવીવી નંબર, પીન નંબર, સીક્યુરીટી કવેશ્ચન અને તેના જવાબો,  આધાર કાર્ડ, પેનકાર્ડ, પૂર્ણ નામ સરનામું, મેરિટલ સ્ટેટસ, જન્મ તારીખ, ઇ-મેલ આઇ.ડી., મોબાઇલ નંબર તેમજ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરેલ વિવિધ એપ્લીકેશનો વિગેરેની વિગતો હેક થયેલા ડેટાબેઝમાંથી મળી આવેલી છે.

પીડિતના હેક કરેલા મૂળ ખાતામાંથી આરોપી દ્રારા પીડિતના ઓનલાઇન બનાવેલા ડમી ખાતાંમાં પૈસા/નાણાં ટ્રાન્સફર કરવામાં આવતાં. બાદમાં આ નાણાં આરોપીઓ દ્રારા વિવિધ બીટકોઇન વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવતાં. ત્યાર બાદ આ બીટકોઇન અન્ય બીટકોઇન વોલેટમાં ટ્રાન્સફર કરી વિદેશ મોકલવામાં આવતાં હતાં. મુખ્ય આરોપી ભોગ બનનારના નામે વિવિધ બેંકોમાં ઓનલાઇન ડમી એકાઉન્ટ ખોલતો હતો.

પકડાયેલ આરોપીઓની ભૂમિકા:

ઇદ્રીશ હેક થયેલા ઓ.ટી.પી. નાઇજીરીયા ખાતે મુખ્ય આરોપીને પહોંચાડે છે. ઈફાઈન મુખ્ય આરોપી સાથે અગાઉથી સંપર્કમાં હોઇ ઇદ્રીશ સાથે તેની ઓળખાણ કરાવી બંન્ને સાથે મળી મુખ્ય આરોપીને મોબાઇલના માધ્યમથી ઓ.ટી.પી. મોકલતા હતા. સીનેડુ મુખ્ય આરોપીને બેંક ખાતાં પૂરા પાડતો હતો. ઈરફાન દેશમુખ અને. તાબીસ અહેમદખાન દેશમુખ નાઇજીરીયન આરોપીઓને બેંક ખાતાં આપતો હતો અને રૂપિયા ઉપાડીને આપતો હતો.

રાજેશ ચંદ્રકાન્ત ગાયકવાડે તેમજ નિજામુtીન શેખે પોતાના બેંક ખાતાં નાણાં જમા કરાવવાં, કાઢવાં માટે ઇરફાન દેશમુખને આપેલા હતા.

ગુનો શોધવામાં સામેલ પોલીસ અધિકારી/ કર્મચારીઓ

સંયુકત પોલીસ કમિશ્નર શ્રી જે.આર.મોથલીયા,  નાયબ પોલીસ કમિશ્નર શ્રી ડો.રાજદિપસિંહ ઝાલા (સાયબર ક્રાઇમ) તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી જે.એમ.યાદવે, (સાયબર ક્રાઇમ) આ ગુનો શોધી કાઢવા સુચના આપેલી હોઇ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.બી.બારડ, પો.ઇ. શ્રી ડી.જે.જાડેજા તથા પો.સ.ઇ. શ્રી બી.બી.સોલંકી, પો.સ.ઇ. શ્રી એમ.એચ. શીણોલ, પો.સ.ઇ એ.આર.મહિડા, પો.સ.ઇ એચ.એન.વાધેલા તથા પોલીસ સ્ટાફના માણસો ગુનો શોધવામાં જોડાયેલા.